7 માણસનો દીકરો પાપીયોના હાથમાં પકડાવી દેવાહે અને વધસ્થંભ ઉપર સડાવી દેહે, અને મરેલામાંથી ઈ ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠશે.
ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”
તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.”
અને ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “શાસ્ત્રોમાં આ લખેલુ છે કે, મસીહને દુખ સહન કરવુ, અને ત્રીજા દિવસે મરણમાંથી પાછુ જીવતું થાવું,
આપડે જેઓ જનમથી યહુદી છયી અને પાપી બિનયહુદીઓ નથી જેઓ પરમેશ્વરનાં નિયમો વિષે કાય નથી જાણતા.