41 જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?”
પણ મરિયમે એને કીધું કે, “ઈસુ જીવતો છે, અને મે આઘડી જ એને જોયો છે!” તઈ તેઓએ વિસારયું કે આ હાસુનો થય હકે.
જઈ તેઓએ એને ઓળખી લીધો, તો તેઓ બેય ચેલાઓ યરુશાલેમમાં પાછા વ્યાગયા. તેઓએ એના બીજા ચેલાઓને બતાવ્યું કે, શું થયુ હતું, પણ તેઓએ આની ઉપર વિશ્વાસ નો કરયો.
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
તેઓની પાહે થોડીક નાની માછલીઓ પણ હતી, અને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને ઈ પણ લોકોની હામે મુકવાની આજ્ઞા આપી.
પણ ગમાડેલા ચેલાઓને આ શબ્દો નકામી વાતોની જેવા લાગયા, અને તેઓએ ઈ બાયુ ઉપર વિશ્વાસ નો કરયો.
ઈસુએ તેઓને આમ કીધા પછી એણે તેઓને પોતાના હાથ અને પગોના ઘા બતાવ્યા.
તેઓએ એને સેકેલી માછલીનો ટુકડો આપ્યો.
આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.
તઈ ઈસુએ તેઓને કીધું કે, “જુવાનો, શું તમારી પાહે ખાવા હાટુ કાય છે?” તેઓએ એને જવાબ દીધો કે, “નય.”
તઈ પિતરના અવાજને ઓળખીને, ઈ રાજી થયને કમાડ ખોલ્યા વગર જ ભાગીને અંદર ગય, અને કીધું કે, “પિતર કમાડની પાહે ઉભો છે.”