38 પણ ઈસુએ તેઓએ કીધું કે, “તમે શું કામ બીવો છો? અને તમે મનમા શંકા શું કામ કરો છો?
ઈસુએ ઈ જાણીને ચેલાઓને કીધુ કે, “ઓ શંકાળુઓ, તમારી પાહે રોટલી નથી ઈ હાટુ તમે અંદરો અંદર કેમ વાતો કરો છો?”
પણ તેઓ ગભરાયા અને બીય ગયા, અને તેઓને એમ લાગ્યું કે, અમે ભૂતને જોયી છયી.
મારા હાથ-પગને જોવો, હું ઈ જ છું; મને અડીને જોવો કેમ કે, ભૂતને માસ અને હાડકા નથી હોતા જેવું તમે મારામાં જોવ છો.”
પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.