34 તેઓએ કીધું કે, “પરભુ ખરેખર મોતમાંથી જીવતા ઉભા થયા છે, અને ઈ સિમોન પિતરને દેખાણા છે.”
પણ તમે જાવ અને ઈસુના બીજા ચેલાઓ અને પિતરને આ સંદેશો આપો, તઈ તેઓએ બતાવ્યું કે, “ઈસુ જીવતો છે. ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, અને તમારે બધાયને પણ ન્યા જાવું જોયી. તમે એને ન્યા જોહો, જેમ એણે મરયા પેલા બતાવ્યું હતું.”
ઈ આયા નથી, પણ મરણમાંથી ઉઠયો છે, યાદ કરો કે ઈ ગાલીલમાં હતો તઈ તેઓએ તમને શું કીધું હતું?
એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.”
તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?”
એને દુખ સહન અને મરણ પછી બોવ જ પાકા પુરાવા હારે પોતાની જાતને જીવતો બતાવ્યો, અને સ્યાલીસ દિવસ હુધી એને દરશન દેતો અને પરમેશ્વરનાં રાજ્યની વાતુ કરતો રયો.
પિતર અને પછી બારેય ચેલાઓને દર્શન દીધુ.