23 અને તેઓએ ન્યા એના લાશને જોય નય, એટલે આવીને કીધું કે, તેઓએ સ્વર્ગદુતોના દર્શન જોયા, અને તેઓએ કીધું કે, ઈસુ જીવતો છે.
ઈ આયા નથી કેમ કે, વચન પરમાણે ઈ જીવતો થયો છે. આવો, અને જ્યાં પરભુને મુક્યો હતો ઈ જગ્યાએ જોવ.
પણ મરિયમે એને કીધું કે, “ઈસુ જીવતો છે, અને મે આઘડી જ એને જોયો છે!” તઈ તેઓએ વિસારયું કે આ હાસુનો થય હકે.
અને અમારા સમુહમાં કેટલીક બાયુઓએ અમને નવાય પામવા જેવી વાત કરી છે, જે હવારે ઈ કબર પાહે ગય હતી.
તઈ અમારી હારેના સમૂહમાંથી, થોડાક લોકો કબર પાહે ગયા, અને જેમ બાયુએ કીધું હતું કે, એવુ જ જોયું; પણ ઈસુને જોયો નય.”
ઈ બાયુ અંદર ગયુ પણ તેઓએ પરભુ ઈસુની લાશને ભાળી નય.
મરિયમ જે મગદલા શહેરની હતી ઈ ચેલાઓની પાહે જયને કીધું કે, “મે પરભુને જોયો!” અને એણે તેઓને ઈસુએ જે કીધું હતું ઈ બધુય કીધું.