2 ઈ બાયુએ કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવી દીધેલો જોયો.
અને જુઓ, અસાનક મોટો ધરતીકંપ થયો, કેમ કે, પરભુનો સ્વર્ગદુત સ્વર્ગમાંથી ઉતરો, અને ન્યા પાહે આવીને કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવીને એની ઉપર બેઠો.
અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે જે સુગંધી વસ્તુઓને તેઓએ તૈયાર કરી હતી, ઈ બાયુ કબર ઉપર આવી.
ઈ બાયુ અંદર ગયુ પણ તેઓએ પરભુ ઈસુની લાશને ભાળી નય.
ઈસુ પાછો મનમા બોવ જ દુખી થયને કબર પાહે આવ્યો, કબર એક ગુફામાં બનાવેલી હતી, અને એણે કમાડ ઉપર એક પાણો રાખેલો હતો.
તઈ તેઓએ ઈ પાણાને હટાવયો. પછી ઈસુએ ઉપર જોયને કીધું કે, “હે બાપ, હું તારો આભાર માનું છું કે, તે મારું હાંભળી લીધું છે.