15 જઈ આ બાબત વિષે તેઓ અંદરો અંદર વાત સીત અને પૂછ પરછ કરતાં હતાં, તઈ ઈસુ પોતે તેઓની નજીક આવીને, એની હારે હાલતો થયો.
તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”
કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.
તેઓ ઈસુની વિષે જે થયુ હતું ઈ બધીય વાતુ વિષે એકબીજા હારે વાત કરતાં હતા.
પણ પરમેશ્વરે એને ઓળખવા દીધા નય.
જઈ તેઓ હજી વાત કરતાં હતાં, અને એટલામાં જ ઈસુ તેઓની વસે પરગટ થયો, અને ઈસુએ તેઓને કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”