14 તેઓ ઈસુની વિષે જે થયુ હતું ઈ બધીય વાતુ વિષે એકબીજા હારે વાત કરતાં હતા.
ઈજ દિવસે ઈસુના બે ચેલામાંના એમ્મોસ નામના એક ગામમાં જાતા હતાં, જે યરુશાલેમથી લગભગ અગ્યાર કિલોમીટર આઘો હતો.
જઈ આ બાબત વિષે તેઓ અંદરો અંદર વાત સીત અને પૂછ પરછ કરતાં હતાં, તઈ ઈસુ પોતે તેઓની નજીક આવીને, એની હારે હાલતો થયો.
જે મનમાં ભરયું હોય, ઈજ મોંઢાંમાંથી બારે કાઢે છે. હારો માણસ હારા મનના ભંડારમાંથી હારુ બોલે છે; અને ખરાબ માણસ ખરાબ મનના ભંડારમાંથી ખરાબ બોલે છે.