13 ઈજ દિવસે ઈસુના બે ચેલામાંના એમ્મોસ નામના એક ગામમાં જાતા હતાં, જે યરુશાલેમથી લગભગ અગ્યાર કિલોમીટર આઘો હતો.
તેઓ ઈસુની વિષે જે થયુ હતું ઈ બધીય વાતુ વિષે એકબીજા હારે વાત કરતાં હતા.
ઈ હાંભળીને, એનામાંથી ક્લીયોપાસ નામનો એક માણસને કીધું કે, લગભગ યરુશાલેમમાં તુ એકલોજ એવો માણસ છે; જે નથી જાણતો કે, પાછલા દિવસોમાં હું થયુ છે.