11 પણ ગમાડેલા ચેલાઓને આ શબ્દો નકામી વાતોની જેવા લાગયા, અને તેઓએ ઈ બાયુ ઉપર વિશ્વાસ નો કરયો.
પણ મરિયમે એને કીધું કે, “ઈસુ જીવતો છે, અને મે આઘડી જ એને જોયો છે!” તઈ તેઓએ વિસારયું કે આ હાસુનો થય હકે.
જઈ તેઓએ એને ઓળખી લીધો, તો તેઓ બેય ચેલાઓ યરુશાલેમમાં પાછા વ્યાગયા. તેઓએ એના બીજા ચેલાઓને બતાવ્યું કે, શું થયુ હતું, પણ તેઓએ આની ઉપર વિશ્વાસ નો કરયો.
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.
જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?”
ઈ નીકળીને એની વાહે વયો ગયો, પણ પિતરને કાય ખબર નો પડી કે, આ જે કાય સ્વર્ગદુત કરી રયો છે, ઈ હાસુ છે, પણ ઈ હમજતો હતો કે, હું સંદર્શન જોય રયો છું