10 હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.
તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.
જઈ બાર ગમાડેલા ચેલાઓને ઈસુએ મોકલ્યા હતાં, ઈ પાછા આવીને ઈસુની આગળ ભેગા થય ગયા, અને જે જે તેઓએ કરયુ અને શીખવાડયુ હતું, ઈ બધુય તેઓએ એને કીધું.
અને બાયુ કબર પાહેથી આવીને અગ્યાર ચેલાઓને, અને બધાય લોકોને ઈ બધીય વાત કીધી.