1 અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે જે સુગંધી વસ્તુઓને તેઓએ તૈયાર કરી હતી, ઈ બાયુ કબર ઉપર આવી.
કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.
હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.
ઈ બાયુએ કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવી દીધેલો જોયો.
અને અમારા સમુહમાં કેટલીક બાયુઓએ અમને નવાય પામવા જેવી વાત કરી છે, જે હવારે ઈ કબર પાહે ગય હતી.