જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.
ઈસુએ તેઓને કીધું કે, તમે જયને ઈ શિયાળ જેવા સાલાક માણસને કયો કે, આજે-કાલે હું લોકોમાંથી મેલી આત્માને બાર કાઢું અને માંદા માણસને હાજા કરું છું, અને ત્રીજે દિવસ મારું કામ પુરું થાહે.
શાસ્ત્રનો જે પાઠ વાસી રયો હતો, ઈ આ હતો, “ઈ ઘેટાની સમાન મારી નાખવા હાટુ લય જવામાં આવ્યો, અને જેમ ઘેટું પોતાનુ ઊન કાપનાર પાહે સાનોમનો ઉભો રેય છે. ઈ જ લોકોએ એને દુખ દીધા, તો પણ મોઢામાંથી એક પણ શબ્દ કાઢયો નય.
જઈ લોકોએ ઈસુનું અપમાન કરયુ, તો એણે બદલામાં તેઓનું અપમાન નથી કરયુ. જઈ લોકોએ એને પીડા દીધી, તો એણે બદલામાં ધમકી દીધી નય. એની બદલે એણે નક્કી કરયુ કે, પરમેશ્વર જ સાબીત કરે કે, ઈ નિરદોષ હતો, જે સદાય હાસી રીતે ન્યાય કરે છે.