ઈ વખતે કેટલાય લોકોએ ઈસુને ગાલીલ જિલ્લાના લોકો વિષે કીધું જેઓની સિપાયોએ યરુશાલેમમાં હત્યા કરી નાખી હતી. રોમના રાજા પિલાતે જઈ તેઓ મંદિરમાં બલિદાન કરતાં હતાં, તઈ એને મારી નાખવા હાટુ સિપાયોને હુકમ દીધો હતો.
એની પછી નામ લખવાના દિવસે ગાલીલ પરદેશમા યહુદા આવ્યો, અને એણે ઘણાય લોકોને એની બાજુ કરી લીધા, અને એને પણ મારી નાખયા, અને એની વાહે-વાહે હાલનારા લોકો વેર વિખેર થય ગયા.