52 યુસુફે પિલાતની પાહે જયને ઈસુના દેહને લય જાવા હાટુ રજા માંગી જેથી ઈ એને દાટી હકે. પિલાતે એને રજા આપી.
તેઓની યોજના અને એક તેઓના આ કામથી ઈ રાજી હતા નય. ઈ યહુદીઓના શહેરના અરિમથાઈ શહેરનો રેવાસી અને પરમેશ્વરનાં રાજ્યની રાહ જોતો હતો.
અને એણે લાશને વધસ્થંભથી નીસે ઉતારીને એક ખાપણમાં વીટાળીને પછી એણે ઈસુની લાશને પાણામાં ખોદેલી, નવી કબરમાં મુકી, જે કબર પેલા કોયની હાટુ વપરાણી નોતી.