42 તઈ એણે ઈસુને કીધું કે, “હે ઈસુ, જઈ તુ એક રાજાની જેમ પાછો આવય, તો મને યાદ કરજે!”
હું તમને કવ છું કે, જો કોય મને માણસોની હામે સ્વીકાર કરશે, ઈ મારો ચેલો છે, એને હું માણસનો દીકરો પણ પરમેશ્વરનાં સ્વર્ગદુતોની હામે તેઓનો સ્વીકાર કરય.
પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”
અને આપડે તો ન્યાય પરમાણે સજા મળી છે, કેમ કે આપડે આપડા કામો પરમાણે સજા મળી છે, પણ એણે તો કોય પણ ખોટુ કામ કરયુ નથી.”
પછી ઈસુએ એને કીધું કે, “હું હાસુ કવ છું કે, આજે તુ મારી હારે સ્વર્ગમા હોય!”
તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.”
નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.”
આ હાંભળીને થોમાએ જવાબ દીધો કે, “મારા પરભુ, મારા પરમેશ્વર!”
તેઓએ કીધું કે, “પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કર, તો તુ અને તારા પરિવારના લોકો તારણ પામશો.”
અને યહુદી અને બિનયહુદી લોકોની હામે સાક્ષી દેતો રયો કે, પાપ કરવાનું મુકી દયો પરમેશ્વરની બાજુ વળો, અને આપડા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો.
મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.
ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.