પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
જઈ લોકોએ ઈસુનું અપમાન કરયુ, તો એણે બદલામાં તેઓનું અપમાન નથી કરયુ. જઈ લોકોએ એને પીડા દીધી, તો એણે બદલામાં ધમકી દીધી નય. એની બદલે એણે નક્કી કરયુ કે, પરમેશ્વર જ સાબીત કરે કે, ઈ નિરદોષ હતો, જે સદાય હાસી રીતે ન્યાય કરે છે.