હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”
અને પોતાની પીડાઓ અને ગુમડાંના કારણે તેઓએ સ્વર્ગના પરમેશ્વરની નિંદા કરી, હવે તેઓની પરિસ્થિતી એવી હતી પણ તેઓએ પાક્કી રીતે પસ્તાવો કરયો નય, અને નો ઈ ભુંડા કામોને છોડયા; જે ઈ કરી રયા હતા.