3 અને પિલાતે ઈસુને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” એણે જવાબ આપ્યો કે, “તુ પોતે જ કય રયો છો.”
જઈ ઈસુ રાજ્યપાલની આગળ ઉભો હતો, તઈ રાજ્યપાલે એને પુછયું કે, “શું તું યહુદીઓનો રાજા છો?” તઈ ઈસુએ એને કીધું કે, “તું પોતે જ કય રયો છો.”
અને પિલાતે એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” ઈસુએ એને જવાબ આપ્યો કે, “તુ હાસુ કય રયો છો, કે, હું છું.”
આ માણસ જે ઈઝરાયલ દેશના લોકોનો મસીહ અને રાજા થાવાનો દાવો કરે છે, હવે વધસ્થંભ ઉપરથી ઉતરી આવે, એટલે આપડે જોયી અને એની ઉપર વિશ્વાસ કરી હકીએ કે, ઈ આપડો રાજા છે.” અને જે એની હારે વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યા હતાં, તેઓ પણ એની નિંદા કરતાં હતા.
તેઓ બધાએ કીધું કે, “તો શું તુ પરમેશ્વરનો દીકરો છે?” ઈસુએ તેઓને કીધું કે, “તમે પોતે જ કયો છો કે ઈ હું છું”
અને એના ઉપર આરોપનામું પણ લખેલુ હતું કે, “આ યહુદીઓનો રાજા છે.”
નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.”
ઈ હાટુ પિલાતે રાજ્યપાલે બારે આવીને તેઓને પુછયું કે, “તમે આ માણસ ઉપર કય વાતનો આરોપ લગાડો છો?”
પાછા તેઓ ઈસુની પાહે આવીને કેવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!” એવુ ક્યને તેઓએ ઈસુને લાફા મારયા.
બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,