29 કેમ કે, એવો પીડાનો દિવસ આવતો હતો કે, જઈ લોકો કેયશે કે, ઈ બાયુ આશીર્વાદિત છે, જેને બાળકો ક્યારેય થય હકતા નથી, અને ઈ બાયુ આશીર્વાદિત છે કે, જેણે કોય દિવસ બાળકોને ધવડાવા નથી.”
ઈ દિવસોમાં જે ગર્ભવતી અને જે બાળકોને ધવડાવતી હોય તેઓને અફસોસ છે.
જઈ ઈસુ વાતો કરી રયા હતાં, તઈ ઈ ટોળામાંથી એક બાયે મોટા અવાજે તેઓને કીધું કે, “ઈ બાયે, જેણે તને જનમ આપ્યો છે અને તને ધવડાવ્યો ઈ આશીર્વાદિત છે.”
પણ ઈસુએ ફરીને એને કીધું કે, “યરુશાલેમની દીકરીઓ મારી હાટુ રોવોમાં; પણ જે કાય તમારી અને તમારા બાળકો હાટુ થાવાનુ છે એની હાટુ રોવો.