25 અને હુલ્લડ અને હત્યા કરવાનાં કારણે જે માણસ જેલખાનામાં પુરાણો હતો, તેઓના માંગવાની લીધે પિલાતે છોડી દીધો, પણ એણે ઈસુને તેઓની ઈચ્છા પરમાણે હોપી દીધો.
પછી એણે તેઓની હાટુ બારાબાસને છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમન સિપાયોને હોપ્યો.
તઈ પિલાતે ટોળાને રાજી કરવાની ઈચ્છાથી, બારાબાસને તેઓની હાટુ છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમના સિપાયોને હોપ્યો.
અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”
ઈ હાટુ પિલાતે જે તેઓએ વિનવણી કરી હતી કે, એણે ઈ પરમાણે કરવાનું નક્કી કરયુ.
જઈ તેઓ ઈસુને લય જાતા હતાં, તઈ તેઓએ કુરેન ગામનો સિમોન નામનો એક માણસ બાર ગામથી આવતો હતો, એને પકડીને એના ખંભા ઉપર વધસ્થંભ ઉપડાવ્યો જેથી ઈ ઈસુની હારે હાલે.
પણ તેઓએ ફરીથી જોરથી કીધું કે, “ઈ યહુદીયા પરદેશના બધાય લોકોની વસ્સે શિક્ષણ આપીને તેઓને ઉશ્કેરે છે, એણે ગાલીલ જિલ્લામાં શરુઆત કરીને હવે આયા આવી ગયો છે.”
તઈ યહુદીઓએ પાછળથી રાડ નાખીને કીધું કે, “નય એને તો નય જ! પણ બારાબાસને છોડી દયો. હવે બારાબાસ એક લુટારો હતો.”
પિલાતે ઈસુને વધસ્થંભે જડવા હારું રોમના સિપાયોને હોપ્યો. પછી તેઓ એને લય ગયા.
તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.