24 ઈ હાટુ પિલાતે જે તેઓએ વિનવણી કરી હતી કે, એણે ઈ પરમાણે કરવાનું નક્કી કરયુ.
પછી એણે તેઓની હાટુ બારાબાસને છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમન સિપાયોને હોપ્યો.
તઈ પિલાતે ટોળાને રાજી કરવાની ઈચ્છાથી, બારાબાસને તેઓની હાટુ છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમના સિપાયોને હોપ્યો.
પણ તેઓએ મોટા અવાજથી રાડો પડતા રયા કે, ઈસુને વધસ્થંભે જડાવો, અને તેઓના વારંવાર કેવાના કારણે રાજ્યપાલ પિલાતને તેઓની આગળ નમવુ પડીયું.
અને હુલ્લડ અને હત્યા કરવાનાં કારણે જે માણસ જેલખાનામાં પુરાણો હતો, તેઓના માંગવાની લીધે પિલાતે છોડી દીધો, પણ એણે ઈસુને તેઓની ઈચ્છા પરમાણે હોપી દીધો.
પછી પિલાતે સિપાયો દ્વારા ઈસુને આઘો લય જયને કોરડા મરાવ્યા.