21 પણ લોકોએ રાડ પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવી દયો, વધસ્તંભે સડાવી દયો.”
ઈ ટોળાએ પાછી રાડો પાડી કે, “એને વધસ્થંભે સડાવો.”
પણ પિલાતે ઈસુને છોડી દેવાની ઈચ્છાથી લોકોને પાછુ પુછયું.
રાજ્યપાલ પિલાતે ત્રીજીવાર તેઓને કીધું કે, “શું એણે ગુનો કરયો છે? મને એમા મોતની સજા આપવા લાયક કાય દેખાતું નથી. ઈ હાટુ હું એને ફટકા મરાવીને છોડી દવ છું”
પણ તેઓએ મોટા અવાજથી રાડો પડતા રયા કે, ઈસુને વધસ્થંભે જડાવો, અને તેઓના વારંવાર કેવાના કારણે રાજ્યપાલ પિલાતને તેઓની આગળ નમવુ પડીયું.
તેઓએ રાડ પાડી કે, “મારો એને મારી નાખો! એને વધસ્થંભે સડાવી દયો!” પિલાતે એને કીધું કે, “તો તમારા રાજાને વધસ્થંભે સડાવું?” મુખ્ય યાજકોએ જવાબ દીધો કે, “અમારો રાજા તો ખાલી રોમી સમ્રાટ જ છે!”
ઈસુને મારી નાખવા લાયક સજા મળે એવુ કોય કારણ તેઓને નો મળ્યું, તો પણ તેઓએ પિલાતને વિનવણી કરી કે, એને મારી નાખવામાં આવે.