2 અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”
પિલાતે તેઓને કીધું કે, “આ માણસને તમે મારી પાહે લીયાવ્યા છો. તમે કીધું કે આ લોકોને ભરમાવે છે. પણ મે તમારી હામે એની તપાસ કરી, તો મને એમા કાય આરોપ હોય એવુ લાગતું નથી.