18 તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.”
હવે પિલાતને પાસ્ખાના તેવારના દિવસોમાં યહુદી લોકો હાટુ કોય એક કેદીને છોડી દેવો પડતો હતો.
ઈ બારાબાસ જેને શહેરમાં અને સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા, ઈ હાટુ એને જેલખાનામાં નાખ્યો હતો.
પણ પિતર બારે કમાડ પાહે જ ઉભો રયો. તઈ ઈ બીજો ચેલો જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો ઈ બારે ગયો, અને કમાડ પાહે ધ્યાન રાખનારી નોકરાણીને ક્યને પિતરને અંદર લય ગયો.
કેમ કે, લોકોની ગડદી આવી રાડુ નાખીને એની વાહે પડી હતી કે, “એને મારી નાખો.”
લોકો એની વાત હાભળતા રયા, તઈ જોરથી રાડ નાખી, “એવા માણસોને મારી નાખો, એનુ જીવતુ રેવું હારુ નથી.”
તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.