14 પિલાતે તેઓને કીધું કે, “આ માણસને તમે મારી પાહે લીયાવ્યા છો. તમે કીધું કે આ લોકોને ભરમાવે છે. પણ મે તમારી હામે એની તપાસ કરી, તો મને એમા કાય આરોપ હોય એવુ લાગતું નથી.
પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”