ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”
આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”
યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”