57 પણ પિતરે આ કયને નકાર કરયો કે, “બાય, હું એને નથી જાણતો.”
પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, એનો હું પણ, મારા સ્વર્ગમાના બાપની હામે નકાર કરય.
પણ એણે બધાયની આગળ નકાર કરીને કીધુ કે, “હું એને ઓળખતો નથી.”
પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, તો એને માણસનો દીકરો પણ પરમેશ્વરનાં સ્વર્ગદુતોની હામે નકાર કરશે.
અને એક દાસીએ એને તાપના અંજવાળામાં બેઠેલો જોયને એની બાજુ ટાપીને કેવા લાગી, “આ હોતન એની હારે હતો.”
થોડા વખત પછી કોય બીજાએ પિતરને જોયને કીધું કે, “તુ પણ તેઓમાનો છે.” પિતરે કીધું કે, “ભાઈ હું નથી.”
સિમોન પિતર ઉભો રયને તાપી રહીયો હતો. થોડાક લોકોએ એને કીધું કે, “ક્યાક તુ પણ એના ચેલાઓમાંથી એક છે!” એણે ના પડતા કીધું કે, “હું નથી.”
પિતરે પાછો નકાર કરયો અને તરત જ કુકડો બોલ્યો.
ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે.
પણ આપડે પરમેશ્વરની હામે આપડા પાપો કબુલ કરી લેયી તો ઈ આપડા પાપોને માફ કરવા અને આપડા કરેલા બધાય કામોમાંથી આપણને શુદ્ધ કરવા હાટુ ઈ વિશ્વાસુ અને ન્યાયી છે.