56 અને એક દાસીએ એને તાપના અંજવાળામાં બેઠેલો જોયને એની બાજુ ટાપીને કેવા લાગી, “આ હોતન એની હારે હતો.”
પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”
જઈ હાંજ પડી તઈ ઈસુ એના બાર ચેલાઓની હારે ઈ ઘરમાં આવ્યો.
પણ ઈસુએ તેઓને કીધુ કે, “એને ખીજાવાનું બંધ કરો, તમારે એને હેરાન નો કરવી જોયી. એણે મારી હાટુ જે કામ કરયુ છે, ઈ બોવ હારું છે.
પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.
અને જઈ સિપાયો સોકની અંદર તાપ સળગાવીને ભેગા બેઠા, તઈ પિતર પણ તેઓની પાહે બેઠો હતો.
પણ પિતરે આ કયને નકાર કરયો કે, “બાય, હું એને નથી જાણતો.”
નોકરાણીએ, જે કમાડ પાહે હતી, પિતરને કીધું કે, “ક્યાક તુ હોતન ઈ માણસનો ચેલો નથીને?” એણે જવાબ દીધો કે, “હું નથી.”