55 અને જઈ સિપાયો સોકની અંદર તાપ સળગાવીને ભેગા બેઠા, તઈ પિતર પણ તેઓની પાહે બેઠો હતો.
તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.
અને ઈસુ ખુબ પીડાતો હતો, ઈ હાટુ એણે બોવ આગ્રહથી પ્રાર્થના કરી. એનો પરસેવો લોહીના મોટા ટીપાની જેમ જમીન ઉપર પડતા હતા.
અને એક દાસીએ એને તાપના અંજવાળામાં બેઠેલો જોયને એની બાજુ ટાપીને કેવા લાગી, “આ હોતન એની હારે હતો.”
જે લોકો આવી વાતો કરે છે તેઓની દ્વારા મુરખ નો બનો, “ખરાબ સંગત હારી નીતિને બગાડી નાખે છે,”