52 તઈ મુખ્ય યાજકો વડીલો અને યહુદી મંદિરના સરદારોને જેઓ એને પકડવા આવ્યા હતાં, તેઓને ઈસુએ કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો?
ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા.
ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”
કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”
જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.
તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.