47 જઈ ઈસુ આ કેય રયો હતો, તઈ એક લોકોનું ટોળું આવ્યું, અને બાર ચેલાઓમાંથી એક જેનું નામ યહુદા હતું, ઈ તેઓની આગળ હાલતો હતો, ઈ ઈસુની નજીક આવ્યો, જેથી ઈ ઈસુને સુંબન કરી હકે.
તઈ યહુદા ઈશ્કારિયોતે જે બાર ચેલાઓમાંથી એક હતો, મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે, હું ઈસુને પકડાવામાં તમારી મદદ કરય.
પણ ઈસુએ એને કીધું કે, “યહુદા, શું તુ સુંબન કરીને માણસના દીકરાને પકડાવવા ઈચ્છે છે?”