જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, એની પછી, ઈ મંદિરમાં ગયો. એણે બધીય બાજુ દરેક વસ્તુને ધ્યાનથી જોયું અને પછી એને શહેર છોડી દીધુ કેમ કે, બપોર પેલા જ મોડું થય ગયુ હતું. પછી ઈ પોતાના બાર ચેલાઓની હારે બેથાનિયા ગામમાં જાવા હાટુ નીકળી ગયા.
તઈ ઈસુ મંદિરથી જૈતુનના ડુંઘરા ઉપર વયો ગયો અને ઢોરે બેહી ગયો. પિતર, યાકુબ, યોહાન, અને આંદ્રિયા, ઈસુની પાહે આવ્યા જઈ એની હારે કોય નોતુ અને એનાથી પુછયું કે,