37 કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”
પછી ઈસુએ એના બાર ચેલાઓને એક બાજુ લય જયને કીધુ કે, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને પરમેશ્વરે જે કાય વાતુ માણસના દીકરાની વિષે આગમભાખીયાઓએ જે કીધુ હતું, ઈ બધુય પુરું થાહે.
તઈ મુખ્ય યાજકો વડીલો અને યહુદી મંદિરના સરદારોને જેઓ એને પકડવા આવ્યા હતાં, તેઓને ઈસુએ કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો?
પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”