36 અને ઈસુએ તેઓને કીધું કે, તમારી પાહે પાકીટ હોય, તો તમારી પાહે રાખો, અને એમ જ જોળી અને જો તમારી પાહે તલવાર નો હોય, તો તમારો ઝભ્ભો વેસીને ઈ ખરીદી લ્યો.
પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!”
કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”
જે વાત મે તમને કીધી છે, એને યાદ રાખો કે ચાકર પોતાના માલિક કરતાં મોટો હોતો નથી, જો તેઓએ મને સતાવ્યો, તો ઈ તમને પણ સતાયશે. જો એણે મારૂ શિક્ષણ માન્યું છે, તો તમારું પણ માનશે.
ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.