35 પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!”
બટવામાં રૂપીયા કે, જોળી કે, જોડા લેતા નય; અને મારગમાં કોયને સલામ કરતાં નય.
પણ ઈસુએ કીધુ કે, “હે પિતર હું તને કવ છું, કે આજે કુકડો બોલ્યા પેલા તુ મને ઓળખાતો નથી. એમ કયને તું ત્રણ વાર મારો નકાર કરય.”
અને ઈસુએ તેઓને કીધું કે, તમારી પાહે પાકીટ હોય, તો તમારી પાહે રાખો, અને એમ જ જોળી અને જો તમારી પાહે તલવાર નો હોય, તો તમારો ઝભ્ભો વેસીને ઈ ખરીદી લ્યો.
ઈસુએ તેઓને કીધુ કે, “મારગને હારું તમે કાય પણ લેતા નય: બડો નય જોળી નય, રોટલો નય કે નાણું નય વળી બબ્બે ઝભ્ભા પણ નય.”
જેવું શાસ્ત્રમાં લખ્યું છે કે, “જેની પાહે ઘણુય હતું એને વધી પડયું નય; અને જેની પાહે થોડુક હતું એને ખુટી ગ્યું નય.”