ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો? કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે”
પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”