એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો.
હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.