29 તો હવે, જઈ પરમેશ્વરનું રાજ્ય બધાયની ઉપર આયશે, તઈ હું તમારી બધાયની જેમ મારા બાપે મને રાજાની જેમ રાજ્ય કરવા હાટુ નીમ્યો છે, એમ જ હું તમને એક શક્તિશાળી અધિકારી બનાવય.
તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.
અને તમારી વિષે અમારી આશા મજબુત છે, કેમ કે અમે જાણી છયી કે, જે રીતે તમે અમારા દુખોમાં ભાગીદાર છો, ઈ રીતે જે આશ્વાસન અમે પામી છયી એમા તમે પણ ભાગીદાર થાહો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.