28 પણ તમે ઈ છો, જેઓ મારી પરીક્ષા વખતે મારી હારે રયા છો.
પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે; એને જ પરમેશ્વર તારણ દેહે.
તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.
ઈ આ સેવાના કામો અને ગમાડેલો ચેલોની ખાલી જગ્યા લેય, જેને મુકીને યહુદા મરી ગયો અને ઈ જગ્યાએ વયો ગયો, જ્યાં એને રેવું જોયી.
કેમ કે, ઈસુની પરીક્ષા લેવામાં આવી અને તેઓને પોતે દુખને સહન કરયુ હતું, ઈ હાટુ ઈ પરીક્ષણમાં પડેલા લોકોને મદદ કરી હકે છે.
કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.