જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”
જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.