21 પણ આ માણસને જોવો! જે મને મારા વેરીઓને હાથમાં હોપશે ઈ મારી હારે હાલમાં ખાય રયો છે.
જઈ હાંજ પડી તઈ ઈસુ એના બાર ચેલાઓની હારે ઈ ઘરમાં આવ્યો.
ઈસુએ જવાબ દીધો કે, “હું જેને રોટલીનું બટકું થાળીમાં બોળીને આપય, ઈજ છે.” અને એણે રોટલી બોળીને સિમોન ઈશ્કારિયોતના દીકરા યહુદાને દીધી.