જઈ તેઓ ખાય રયા હતાં તો ઈસુએ રોટલીનો ટુકડો લીધો, એની હાટુ પરમેશ્વરનો આભાર માનીને તોડી અને એના ચેલાઓને આપી અને કીધુ કે, “લ્યો, અને આ ખાવ આ રોટલી મારું દેહ છે.”
પછી ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરનો આભાર માનીને તોડી, અને એણે ચેલાઓને આ કેતા આપી કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”
જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.