જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.
તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”