બે દિવસ પછી, પાસ્ખા તેવારના પેલા દિવસે, જઈ તેઓ તેવાર હાટુ ઘેટાનું બલિદાન કરતાં હતાં, ચેલાઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?”
હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.