8 ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.
ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.”
તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું
હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.
હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.
જે પણ આ વચન વાસે છે અને જે કોય એને હાંભળે છે જઈ એને જોરથી વાસવામાં આવી રયું હોય, પરમેશ્વર એનુ ભલું કરશે, જે એક ધ્યાનથી હાંભળે છે અને એની આજ્ઞાનું પાલન કરે છે, કેમ કે, ઈ વખત જલ્દી આવી રયો છે જઈ આ બાબતો થાહે.
તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.