પણ એક દિવસ તમે ખરાબ માણસને જોશો જેના કારણે મંદિરને છોડી દેવામાં આયશે. ઈ એવી ઉજ્જડ જગ્યાએ ઉભો હશે જ્યાં એને ઉભા રેવાનું કોય અધિકાર નથી. દરેક કોય જે એને વાસે છે એને હંમજવાની કોશિશ કરવી જોયી! જઈ ઈ વખત આયશે, જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંઘરાની બાજુ ભાગવું પડશે જેથી ઈ મરી જાય નય.
ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.