તઈ ઈસુએ ચેલાઓને કીધું કે, “શું તમને આ બધુય નથી દેખાતું? હું તમને હાસુ કવ છું કે, એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. આ બધુય નાશ કરવામાં આયશે.”
ઈસુએ તેઓને કીધુ કે, “આયા અત્યારે તમે જે મોટા બાંધકામો જોવો છો, પણ, હું તમને હાસુ કવ છું, ઈ બાંધકામ દુશ્મનો પાડી નાખશે, ન્યા એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. ઈ બધુય નાશ કરવામાં આયશે.”