31 એમ જ તમે પણ જઈ ઈ બધુય થાતા જોવ, તઈ તમારે જાણવું કે, પરમેશ્વરનાં રાજ્ય આવવાનો વખત પાહે છે.
“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”
હું તમને હાસુ કવ છું કે, આ બધાય બનાવો પુરા નય થાય, ન્યા લગી આ પેઢીના માણસો નય મરે.
કેમ કે, જેમ શાસ્ત્ર કેય છે કે, “હવે બોવજ થોડોક વખત બાકી છે, જે આવનાર છે ઈ જરૂર આયશે, ઈ વાર નય લગાડે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.
બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.