29 પછી ઈસુએ તેઓને આ દાખલો કીધો કે, અંજીરના ઝાડવા અને ન્યા હુધી કે, બધાય ઝાડવાઓની વિષે વિસાર કરો.
અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ.
જઈ આવું થાવા લાગે, તઈ સીધા થયને પોતાના માથા ઉસા કરવા, કેમ કે, તમારો છુટકારો થાવાનો વખત આયવો છે.”
જઈ ઈ ફૂટવા લાગે તઈ તમે જાણો છો કે, ઉનાળો આવ્યો છે.